Home
મારી નવી બારીઓ - તેની સંભાળ અને તેનું કેવી રીતે સંચાલન કરવું તે અંગેની માર્ગદર્શિકા
PVC-U બારીઓની તેનો મૂળ દેખાવ જાળવી રાખવા સમયાંતરે સફાઈ કરવી જોઇએ. વારંવારતા આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય નિયમ તરીકે જ્યારે જ્યારે કાચ સાફ કરવામાં આવે ત્યારે ફ્રેમ સાફ કરવી જોઇએ.
સફાઈ કરવા ચોખ્ખા કપડાનો તથા ધોવા માટે સામાન્ય પ્રવાહીમાં પાણી રેડીને ડિટર્જન્ટ દ્રાવણનો ઉપયોગ કરવો એ ઉત્તમ પદ્ધતિ છે. તેના પરના કચરાને કોરા કે અડધા કોરા કપડાથી ઘસવું નહી, કેમ કે તેનાથી સપાટી પર લીસોટા પડી શકે.
જરૂર પડે તો ધોયા પછી, રંગહિન સિલિકોન ફર્નીચર પોલિશથી અંદરની સપાટીઓને પોલિશ કરી શકાય.
સપાટી વધુ પડતી ગંદી થઈ હોય, તો તેની ઉપર ભલામણ કર્યા પ્રમાણે સાફ કરવી જોઇએ. કોઈ ન દેખાય તેવા ડાઘા રહ્યા હોય, તો ધોયા પછી, હળવા ઘરગથ્થુ ઘસાય નહીં તેવા ક્રીમનો ઉપયોગ કરીને તે દૂર કરવા જોઇએ.
ઘર્ષક સામગ્રીનો કોઈ સફાઈ હેતુ માટે ઉપયોગ ન કરવો જોઇએ, કેમ કે તેનાથી સપાટી પર લીસોટા પડી શકે છે. ખાસ કરીને સ્ટીલ વુલ પેડનો ઉપયોગ ન કરવો, કેમ કે આનાથી કાયમી ડાઘાઓ પેદા થઈ શકે.
કાચને ધોરણસરના, બારીઓની સફાઈના પ્રોડક્ટથી સાફ કરવી જોઇએ.
ઘસાતાં મિજાગરાઓ પર સિલાઈ મશીનનું તેલ હળવેથી પૂરવું. મિજાગરા પરના ઘર્ષણને સરખું કરવા, કાળા ઘર્ષક બ્લોકમાં આવેલ એક પિત્તળના સ્ક્રૂને બરાબર ગોઠવવો.
આના માટે ન્યૂનતમ જાળવણી જરૂરી બને; આમ છતાં તે સખ્ત થઈ જાય તો સિલાઈ મશીનનું તેલ ખૂબ ઓછી માત્રામાં લગાડો.
બારીઓ ખોલવા, હેન્ડલ પરના હાથાને અચૂક દબાવવું, જેનાથી હેન્ડલ ફરશે (1). બંધ કરવા, બંધ સ્થિતિમાં હેન્ડલ ફેરવવું અને બટન લોક આપેઆપ ફરીથી ગોઠવાશે (2). બારીઓમાં પણ રાત્રિ વેન્ટિલેશન સુવિધા હોય છે. કામ ચાલુ કરવા, બારીઓને અંદાજે 1/2 ઈંચ ખોલવી અને હેન્ડલ ફેરવીને આ સ્થિતિમાં બારીઓ લોક કરવી. આનાથી બારીઓ બંધ હોય ત્યારે પણ હવાની કાયમી અવર-જવર થતી રહેશે (3).
બધી બાજુ બટકતી બારીઓ મિજાગરાંથી સજ્જડ કરવામાં આવે છે, જેને લીધે તમે અંદરથી બારીઓ સાફ કરી શકો છો. પૂરેપૂરી ખોલેલ બારીઓ એવી સ્થિતિમાં આવી જશે, કે તમારી મિલકતની અંદરની બાજુથી બહારના કાચને સાફ કરવાની જગ્યા મળશે.
મિજાગરામાં પણ કટોકટી સ્થિતિ માટેના ઈગ્રેસની જોગવાઈ હોય છે (4). કટોકટીની સ્થિતિમાં, બારીઓ પૂરેપૂરી ખોલવી, જેથી અધિકતમ પહોળાઈ સુધી ખોલવા તેને પાછળ ધકેલી શકાય (5).
ઉપયોગ કર્યા પછી બારીઓ આપોઆપ તેને સામાન્ય કાર્યલક્ષી સ્થિતિમાં પરત આવી જશે.
તમારે તમારા ઘરમાં ગુણવત્તાવાળાં સિટી કલેકશન બારણાં બેસાડેલા હતાં. તેની સફાઇ અને ઉપયોગમાં માત્ર થોડીક કાળજી રખવાથી તેઓ તમને ઘણાં વર્ષો સુધી મુશ્કેલી રહિત સેવા આપશે.
અહીં કેટલુંક કરો અને ના કરોની સૂચનાઓ તમારાં બારણાં અંગે મુશ્કેલી રહિત જિંદગી સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
કરો - કોઇ ચોખ્ખું છાંટવાનું પ્રવાહી લઇને કાચના કલીનરથી નિયમિત કાચ સાફ કરવા.
ન કરો - કોઇ પણ પેસ્ટ કે ક્રીમ ક્લીનરનો ઉપયોગ કરવો.
કરો - હૂંફાળા સાબુના પાણીથી બારણાં ધોઇ નાખો અને લુછીને કોરા પાડો.
ન કરો - કોઇપણ પ્રકારના બ્લીચનો ઉપયોગ કરવો.
કરો - મિજાગરાં પર કચરા અને ધૂળ વગેરે ન લાગે તે સુનિશ્ચિત કરવું.
ન કરો – કોઇ દ્રાવણ કે ચીકાશવાળા પદાર્થોનો ઉપયોગ કરવો.
મિજાગરામાં વર્ષ એક વાર હળવા તેલનું ઊંજણ કરી શકાય.
કરો – તમારાં બારણાં સંબંધમાં કોઇ સમસ્યા હોય તો અમને કોલ કરો. તેઓ ખામી સામે 10 વર્ષની બાંયધરી આપે છે.
ન કરો – કોઇ ઘર્ષક પેપેરો અથવા સાફ કરવાની પ્રોડક્ટોનો ઉપયોગ કરવો.
તમામ ચાકીઓને પ્રશંગોપાત ઊંજણ પૂરવામાં આવે તેવી ભલામણ કરીએ છીએ.